STORYMIRROR

KANAKSINH THAKOR

Others Children

4  

KANAKSINH THAKOR

Others Children

પીઝા

પીઝા

1 min
147

એક હતા ચકાભાઈ ને

એક હતી ચકલીબાઈ

મોજ મસ્તીમાં જીવન જીવતા 

આનંદથી કરતાં ચીં ચીં ભાઈ 


એક દિવસની વાત છે ભાઈ 

ચકો લાવ્યો ચોખાનો દાણો

ચકીબેન તો જોઈને હરખાયા

મારો પતિ તો બહુ શાણો


ચકો કહેતો ચકલીબાઈને 

કેમ ના લાવી મગનો દાણો 

ચકીબેન તો મરક મરક હસતા 

કંઈ સમજ્યો નૈ ચકોરાણો


બહું ખાધી આપણે ખીચડી 

હવે નથી ખાવા ચોખાને મગ

હવે તો મારે ખાવાં છે સ્વામી, 

પીઝા, બર્ગર અને હોટ ડોગ


ચકલીબેનની વાત જાણી 

ચકાભાઈ મનમાં થયા રાજી

બર્ગર,પીઝા તો બહુ ખાશુ 

સાથે ખાશુ અમે પાંવભાજી


કોણ સળગાવે આ ચૂલાને? 

કોણ કરે આ બધી ઝંઝટ ?

ચાલો ચકારાણા મારી સાથે

થઈ જાવો તૈયાર ઝટપટ


ચકાભાઈએ શૂટ,બૂટ પહેર્યા 

 ચકી જીન્સમાં લાગે બ્યુટિફૂલ 

ઊંચી એડીના પહેર્યા સેંડલ 

ચકીએ વાળમાં ખોસ્યુ ફૂલ


આપણા માળાથી થોડે દૂર

 પંખી નામની સારી હોટલ

પેટ ભરીને ખાશુ આપણે

લેશુ બિસલેરીની ઠંડી બોટલ


બેય જણ સાથે ચાલ્યાં બનીઠની 

આવ્યાં હોટલમાં ખાવા પીઝા 

હોટલમાં આવીને શરમાઈ ગયા

બેસી ગયા એ ટેબલ બીજા


પપુ વાનરે આવી ભરી સલામી

લઈ આવ્યો બેસવા ચેર

ચકી ને ચકાને ભાઈ આજે 

હોટલમાં ખાવાની લીલાલેર  


એટલામાં આવ્યો પપુ વાનર       

હતો હોટલનો જૂનો વેઈટર

ચકાભાઈએ તો રૂઆબથી કહ્યુ 

લાવો પહેલા પનીર મટર


ચકી અને ચકાએ ખાધુ બહું 

પીઝા, બર્ગર ખાધા પેટભરી

ચકી મનોમન ખુશ બહું થાતી

ચકાએ મારી ઈચ્છા પૂરી કરી 

   

શાંત ચિતે બેસીને કર્યો વિચાર

ભલે હોય ખીચડી દેશી

પણ પોતાનુ એ પોતાનુ કેવાય ?

અટપટી વાનગીઓ પરદેશી


જમાનો ભલે બદલાયો પણ,

ખીચડી બત્રીસ ભાતનું ભાણુ

ચકીબેન અને ચકાભાઈએ

ગાયું ભાઈ ખીચડીનું ગાણું


ચકો અને ચકીએ છેલ્લે કહ્યું 

એકવીસમી સદીની વાનગીઓ બેસ્ટ 

પણ ખીચડી તો ખીચડી જ છે 

ચકો તો બનાવા લાગ્યા નેસ્ટ


ચકો ને ચકીની વાર્તા પૂરી થઈ 

ખાધુ પીધું ને કર્યું ભાઈ રાજ

ઘર આંગણાનું હું નાનું પંખી 

મારો સંભાળજો તમે અવાજ


Rate this content
Log in