પીગી બેંક
પીગી બેંક

1 min

103
એ તો પૂરે પીગી બૅંકનો કોડ
ખિલ્યો મારો જાસવંતીનો છોડ
હું તો ખાતર પાણી એમાં નાખું
'ને કદિક સંગીત એને સંભળાવું
હસતી કળીઓ નિશદિન એમાં
ખિલવે આશાઓ મુજ ઉરમાં
લાલ ફૂલો એના શોભે
ધરાવું પ્રભુ સેવામાં પ્રભાતે
સવાર સાંજ વાતો કરતા કરતા
રમતા, ગાતા 'ને ખિલતા
ના હું ઉદાસ કદી એ મુરઝાય ના
તાણાવાણા વણાયા લાગણીનાં
આપતાં લેતાં એકમેકને
આનંદ અપાર પ્રેમ છે ને !