STORYMIRROR

Khyati Anjaria

Others

4  

Khyati Anjaria

Others

ફૂટબોલની રમત

ફૂટબોલની રમત

1 min
112

દુનિયાના મેદાનમાં હું કૂદી પડ્યો છું રમવા રમત,

ફૂટબોલની જેમ ઉછળતો,

કયારેક અહીં, ક્યારેક તહીં.


ખિલાડી ચાહે ખેલને,

દુનિયા સમજે નહિ આ વાત,

કોલર ટાઈટ કરીને ઘસીટે,

રમવા મેલી રમત.


મન મારીને ડોળ કરું હું,

પ્યાદું બન્યો આ ખેલનો,

સાહેબ બની ને, બેગ પકડી ને,

ઉતરી પડ્યો એમનો.


ફૂટબોલની રમતમાં પડતા,

સૌ એ બોલની પાછળ ,

ધક્કો મારી, બીજા ને હડસેલી,

વધવું છે, સૌને આગળ.


હાર જીત તો પછીની વાત છે,

બોલને બધા ફંગોળે,

આ રમતનો હું પણ ખિલાડી,

બન્યો છું બધાની જોડે.


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন