ફુલ
ફુલ
1 min
63
મારે ખીલેલું ફુલ બનવું છે,
રંગેબીરંગી ફુલ બનવું છે.
જાસુદનું ફુલ બની ગણપતિની પુજા કરવી છે,
આંકડાના ફુલ બની હનુમાનજીના મંદિરએ જવું છે.
સુર્યમુખી જેમ સુરજ સાથે ફરવું છે,
કમળની જેમ તળાવમાં રેહવું છે.
સુગંધમાં મોગરાનું ફુલ બનવું છે,
સુંદરતામાં ગુલાબનું ફુલ બનવું છે.
સાંજે રાત રાણી જેમ ચમકવું છે,
મારે ખીલેલું ફુલ બનવું છે.
