ફોનનો રણકાર
ફોનનો રણકાર
1 min
183
ફોનનો રણકાર
કોયલનો કેકારવ છે મધુર
શિશુ નો કિલ્લોલ છે મીઠો
કિંતુરણકાર તારા ફોનનો છે
મધુરમ્ કહેવું મારે તને ફોન પર કે,
"લાવજે, એક કિલો શીતલ ધવલ ચાંદની
પાંચ લીટર ખળખળતા ઝરણાનું સંગીત
દસ-બાર તરોતાજા તારલાઓનો ગુલદસ્તો
સાગરના પંદર-વીસ મોજાથી વણેલી ઓઢણી
વીસ-પચીસ શબનમથી ગૂંથેલો ગજરો
ખોબો ભરાય એટલા નીરનો આરસો
મુઠ્ઠીભર આકાશ નો બનાવજે પટારો
એમાં સંઘરીશ તારા પ્રેમનો ખજાનો
ચાલવા છે મારે આઠ-દસ પગલા
તારી તરવરતી ચમકતી આંખોમાં
જેમાં આંજ્યો તે દિવાસ્વપનોનો સુરમો !"
