ફણગા ફૂટે
ફણગા ફૂટે
1 min
316
બીજ માટીની બહાર અંકુરિત થઈ દેખાય છે,
કદ કૂંડાનું જોઈને મનોમન તે મૂંઝાય છે,
શીતળ શીતળ હવાનો સ્પર્શ કરે છે રોમાંચિત,
દુનિયાની જાજરમાન રોનક જોઈને મલકાય છે,
લીલા લીલા વાઘા પહેરી તે થાય છે રાજી રાજી,
કાયા પર એક એક પર્ણ આનંદથી લહેરાય છે,
રાતનાં અંધાર ભેદી ટમ ટમ ટમકતાં તારા ઝીલે,
પરોઢનાં હરિત તૃણ પર ઝાકળ સંગ ઝળકાય છે,
ચાંદ સૂરજની હૂંફ જેવી મોંઘી વિરાસત જો મળી છે,
ફણગા ફૂટે નવા ત્યાં,ને ઝાકમઝોળ થાય છે.
