STORYMIRROR

Purnendu Desai

Others

3  

Purnendu Desai

Others

ફળ

ફળ

1 min
243

કંઈક તો છે જે મને હરદમ, તારી જ તરફ કેમ ખેંચે છે,

ડગર મારા વિચારોની, ખબર નહિ તારી તરફજ કેમ વળે છે,


કાં તો મારો પ્રેમ ને કાં પછી ઈશ્વર છો તું મારો એ દોસ્ત,

નહિતર શંકાઓ બધી મારી, અહીં આવીને જ કેમ ટળે છે.


હશે કંઈક તો બંધન તારું મારી સાથે કોઈ ભવનું બાકી,

લાગણીઓ મારી, ખબર નહિ કેમ તારામાં જ આવીને ભળે છે.

આ ભવમાં તો બહુ સારું કઈ કર્યું નથી 'નિપુર્ણ' તે,

નક્કી પૂર્વજન્મના જ કોઈ કર્મ છે, ફળ જેનું આજે તને મળે છે.


Rate this content
Log in