ફકીર
ફકીર

1 min

11.2K
કેવો અલગારી એ ફકીર હતો,
જાણે ખુદ ઈશનો અવતાર હતો,
એના પેલા થેલામાં તો,
જાણે એનો દરબારી ઠાઠ હતો.
નહોતો રાજા છતાં રંક પણ નહોતો,
નહોતો અમીર છતાં ગરીબ પણ નહોતો,
એના મુખની આભામાં,
જાણે સૂર્યનો પ્રકાશ હતો.
માંગીને ખાતો હતો પણ માગણ નહોતો,
હતો ચીંથરેહાલ પણ પાગલ નહોતો,
એની થાકેલી વૃદ્ધ આંખોમાં,
જાણે અજાણ્યો ખાલીપો હતો.
નહોતો વાચાળ છતાં મૂંગો પણ નહોતો,
સાંભળતો નહોતો છતાં બધિર પણ નહોતો,
એના અધર ચાડી ખાતા હતા,
જાણે એ સ્વજનોનો તરસ્યો હતો.