ફાસ્ટ ફૂડના ખાઉધરા
ફાસ્ટ ફૂડના ખાઉધરા
ખાય પિત્ઝા, બર્ગર, ખાય છે આલુપુરી,
બહારનું ખાઈને જીભ થઈ છે ચટોરી,
પ્રોટીન, વિટામિન ન મળે તો, કંઈ ન લેવા દેવા,
તને તો બસ ફકત જોઇએ, અચરું કચરું ખાવા,
પેટ બિચારો થાકી ગયો, કષ્ટ સહન કરીને,
મન જાય ફાસ્ટ ફૂડમાં, ભઈલા ફરી ફરીને,
જંક ફૂડનું સેવન ના કર, તબિયત તારી બગડે,
પેટમાં વિરૂદ્ધ ભોજન તો અંદરોઅંદર ઝગડે,
ઘરે તાજી શાકભાજી જોઈ મોઢું તારુ બગડે,
થાય દુખાવો પેટનું તો ધરતી ઉપર ગબડે,
લઈ જાતા દવાખાને તો નિદાન તારુ થાય,
વધુ ફાસ્ટ ફૂડ ખાવાથી ગેસ ભરાવો થાય,
સૂઈ જા વ્હાલો, ડોક્ટર આપે છે ખાટલો,
સાથે મળે ઇન્જેક્શન, ને લાગે તને બાટલો,
આટલું કષ્ટ કેમ લે છે ? જીભ પર સંયમ રાખ,
લીલી શાક, કઠોળ ખા, સાથે ફળોનો રસ ચાખ.
