ફાગણિયો આવ્યો
ફાગણિયો આવ્યો
1 min
278
આ આ ફાગણિયો આયો ને,
મનનો આંબલિયો મ્હોરી ઉઠ્યો.
દીલનાં ગુલાલે કરી સખીઓને યાદ,
જુઈ જાઈ ને ચમેલીને આજ,
ચંપો ડોલરિયોને કેશુડાની સાથ,
આંગણિયે આવી ફૂલોની બારાત.
હાથનેલાગી ઓલાઅબીલીયાની તલપ,
આંગળીઓએ બેઠી કોયલટહુકેગુલાબી,
રંગનાં ફૂવારાને હોજ ભર્યા કેસરિયા,
કરીયે રંગોની લહાણી ને ગમતાનો ગુલાલ,
આવ્યું છે બાળપણ ને જવાનીનું જોશ,
ધૂળેટીનાં રંગે લાગી ઘડપણને લાલી,
કરીએ સૌ વ્હાલ ને બનીએ ગુલતાન,
ગાઈએ સૌ ગાનને છેડીએ સૂરોની તાન,
આયોછે અવસર મસ્તીલો રંગીલો,
જીંદગાની કરી લઈએ રંગોથી તરબોળને,
મનનો આંબલિયો મ્હોરી ઉઠ્યો.