ફાધર્સ ડે
ફાધર્સ ડે

1 min

208
પાલક છે તું જનમદાતા પણ છે...
મા જેટલો જ ખાસ એક પિતા પણ છે...
વઢતા, સમજાવતા....મલમ પણ લગાવતા...જાગીને રાત સંતાનને સુવાડતા...
પૂંજી જમા કરવામાં આખી જિંદગી બગાડતા...
નામની પાછળ નામ નથી એમ જ લગાડતા...
છૂપાવીને લાગણી હરદમ પોતાની...એકલા ને એકલા એ ઝઝૂમતા....
શક્ય નથી એમને શબ્દોમાં સમજાવું..
પર્યાય એ મા નો છે જાણ જો...હોય શક્ય તો એને માન સન્માનથી વધાવજો.