પગભર થયો છું
પગભર થયો છું
1 min
325
અતિતથી હવે હું સાવ પર થયો છું,
એટલેજ આજ હું પગભર થયો છું.
ભૂલી ગયો છું બધી કડવી યાદોને,
મારામાંજ હવે હું તરબતર થયો છું.
સરનામું રાખી દીધું છે મારું કાયમી,
દોસ્તો ન માનશો હું બેઘર થયો છું.
ભૂલી ગયો છું સનમ, આપેલા દર્દને,
છતાંય ક્યાં જોને હું હરિહર થયો છું.
તરસ્યાને તલાશ હોય મીઠાં જળની,
પ્રયાસ કર્યો એવો સરોવર થયો છું.
