પેલે પાર
પેલે પાર
1 min
552
અતીત મારુ મૂંઝવે મુને,
બની મારો પડછાયો,
ભાગુ ક્યાંથી રસ્તો સુજે ના,
અંતરમન મુંજાયે.
વર્તમાનની ચાંદની પર,
ભૂતકાળ નું ગ્રહણ,
કેમે કરીને પીછો ના છોડે,
અતીતનું આ સ્મરણ.
આજે દુનિયા મારી છે,
ખુશીઓની ફૂલ ક્યારી,
જીવન મારુ જાણે છલકે,
રંગોની પિચકારી.
ભૂતકાળથી પર થઇને,
મારે મનથી ખુશીઓ માણવી છે,
બસ હવે બહુ થયું,,
અતીત સાથેની લડાઈમાં,
મારે બાજી મારવી છે .
