STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

પડછાયો

પડછાયો

1 min
350

મને મારાથી અલગ કરી શકતો નથી આ પડછાયો,

સૂર્યને કે ચંદ્રને ભરી શકતો નથી આ પડછાયો,


આભાસી શ્વેત વસ્ત્રધારી ભટકતી છાયા તો માયાવી છે,

વ્હેતા જળમાં કદી તરી શકતો નથી આ પડછાયો,


કદી નાનો કદી મધ્યમ કદી મોટો મારામાં સમાયો છે,

અસલી છબી થઈને ઠરી શકતો નથી આ પડછાયો,


સાંજ ઢળે સૂર્યમાં ભળે હરદમ એનો સાથ ના મળે,

નિશદિન પાન જેવો ખરી શકતો નથી આ પડછાયો,


વટાવી સીમા આભાસી આકાર જેવો થઈ જાય છે,

સુખદુઃખ સંગાથ વિસ્તરી શકતો નથી આ પડછાયો.


Rate this content
Log in