પડછાયા
પડછાયા
1 min
28K
લાંબા ટૂંકા થતા અને
ક્યારેક મારામાં જ સમાતા
મારા પડછાયા !
પીછો નથી છોડતા
મારા પડછાયા..
વળગેલા રહે છે મને
જળાની માફક
આ પડછાયા !
સુખ દુખ પણ છે
આ પડછાયા જેવા…
ફરે છે મારી સાથે
પડછાયાની જેમ..
આ પડછાયા અળગા
શી રીતે કરવા?
હા માણસ મરી જાય તો
પડછાયાથી પીછો છૂટે..
કારણ મર્યા પછી
જનાઝામાં સુવાનું કફન ઓઢીને
અને બસ…
પડછાયા ગયા..અને
હા.. પેલા સુખ દુખનાં
પડછાયા પણ ગુમ થઈ ગયા !
હાશ માનવી અંતે થયો
પડછાયા રહિત!
