પૈસો મારો પરમેશ્વર
પૈસો મારો પરમેશ્વર
1 min
596
પૈસો મારો પરમેશ્વર,
ને હું પૈસાનો દાસ,
દોડ લગાવી આંધળા થઇને,
ભાગુ ફાસમફાસ.
ભગવાનના દીધા બે હાથ,
મારો પૈસો હાથ ના સમાયે,
જ્યાંથી મળે, જેટલા મળે,
તેટલા ભેગા કરવા લલચાયે.
યેનકેન પ્રકારે પૈસો,
ભેગો કરી લેવા ફાંફા મારે,
સામે મુસીબતનો ખાડો પણ,
નજરમાં કેમ ના આવે ?
ઊંધા પછડાશો, ગબડી પડશો,
મુશ્કેલી ઉભી થાશે,
આડેઅવળેથી આવેલો પૈસો,
ખાડા માં ફસાવશે.
હજુ સમય છે, સામે જો,
આવેલી મુસીબત ટળશે,
આફતના ખાડામાં ફસાયો,
તો આવો પૈસો શું ફળશે ?
