પૈસા પાછળ દોટ મૂકે માનવી
પૈસા પાછળ દોટ મૂકે માનવી
પૈસા પાછળ આ જ દોટ મૂકે માનવી
ભષ્ટાચાર કરતાં ન અચકાય માનવી,
સંબંધ કરતા પૈસાને મહત્વ આપતો માનવી
લાગણીઓ દબાઈ આજ પૈસામાં
લાચાર બની ગયો માનવી,
પૈસા પાછળ દોટ મૂકે માનવી
સાદગીનું જીવન મૂકી હાઈફાઈ જીવે માનવી,
દેવુ કરતાં પણ નથી ખચકાતો માનવી
આખી જિંદગી વ્યાજ ભરવામાં જતી રહે,
બરબાદીના પંથે જતો આજ માનવી,
પૈસા પાછળ આજ દોટ મૂકે માનવી
જરૂર કરતાં ઓછા ધનમાં ગૂંગળાય માનવી,
કાયમી પરેશાનીમાં પસાર થાય માનવી
ધન વાપરવાથી ધન વધે છે માનવી,
દિશ કહે આમ પૈસા પાછળ કેમ ભાગે છે માનવી
પૈસા પાછળ આજ દોટ મૂકે છે માનવી.
