STORYMIRROR

Ragini Shukal

Others

3  

Ragini Shukal

Others

પાયલ તણો રણકાર

પાયલ તણો રણકાર

1 min
142

મારુ મનડું થનગની જાય,

ઝાંઝરની જેમ,

વિચારોમાં તું વિહરતી.


મને ગમે તારી અદાઓ,

તારુ હસવું , તારી નજરનો જાદું,

તારા નૈનોનું જોવું ને

મારે ઘાયલ થવું.


મારા કંગનની ખનખન જાણે,

પાયલની છમછમ મારા,

કણૅને આવાજ આપે.


મારા જીવનમાં ઉધ્ધાર કરવા,

હું તારા ખૂબ સૂરત પગની

પાયલ બની તારા પડછાયામાં મળી જાવ.


તારી મસ્તીમાં સૂરને મુસ્કરાવુ,

તારી સાથે એ વગડાનું ફૂલ કોમળ બની,

ને પગલામાં પહેરી ઝાંઝર,

આવજે મારી પાસે.


પેલા ઊષાનાં રંગેામાં,

રંગો ભેળવી તારા,

મારી જીંદગી ને સવાર જે,

પેલા ચાંદને તારલાને,

સથવારે મારી જીંદગી ને મહેંકાવજે.


એ પગરવમાં તુજ પાયલ તણો,

રણકાર ગુંજે રોનક છે,

એટલે કે બધે તારુ સ્થાન છે,


પૂછું મારા દિલને પ્રેમનો સવાલ છે,

આવને જરાક નજીક,

વાગી છે શરણાઈ મારી જીંદગીમાં..

તારી ઝાંઝરના ને તારા,

આવવાથી ગુંજી રહી છે.


Rate this content
Log in