પાય લાગું ગુરુજી તમને રે
પાય લાગું ગુરુજી તમને રે
1 min
439
પાય લાગું ગુરુજી તમને રે,
ભવસાગર પાર ઉતારો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે,
હું છું પથ્થર ને શિલ્પકાર તમે,
કોતરીને મૂર્તિ બનાવો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે,
હું છું ગારો ને કુંભાર તમે,
ઘાટ ઘડી માટલાં બનાવો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે…
હું છું કાગળ ને ચિત્રકાર તમે,
રંગ પુરી સુંદર બનાવો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે,
હું છું તારલિયો ને સૂર્યરાજ તમે,
પ્રકાશ આપી ચમકાવો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે,
હું છું 'અર્જુન'ને દ્રોણાચાર્ય તમે,
પક્ષીની આંખ દેખાડો અમને રે,
પાય લાગું ગુરુજી તમને રે.
