STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

પાઠશાળા

પાઠશાળા

1 min
187

હવે તો ફરી બાળક બનવું છે,

પાટી-પેન લઈને ફરી શાળાએ જવું છે..!


લપસણી ને હિંચકા હાલકડોલક ને પકડમપકડી,

મારામારી, ઝગડમઝગડી ને ખેંચાતાણી કરવી છે..!


ના કોઈ કાલની ફિકર, ના કોઈ આજની ચિંતા,

જિંદગીનાં એ સોનેરી દિવસોની ફરીથી ચાહત કરવી છે...!


ખાવું, પીવું, રમવું, કૂદવું ને અલ્લડ જીવન,

પાઠશાળાની એ જિંદગી ફરી પાછી જીવવી છે...!


પાઠશાળાનાં એ સહપાઠીનો નાસ્તાનો ડબ્બો ને ખાવાનાની એ વહેંચણી,

શિક્ષકની શીખામણથી ફરીથી 

જિંદગી જીવતા શીખવી છે..!


Rate this content
Log in