પાસાની રમત
પાસાની રમત

1 min

23.1K
આપણા હાથમાંથી સમય સરકી જાય છે,
જાણે ખોળિયામાંથી આત્મા સરકી જાય છે.
પાસાની રમત જુઓ શકુનિ રમ્યો હતો,
કાળનું ચક્ર એની ચાલ ભરખી જાય છે.
નડતાં નથી એને કોઈ કાળનાં બંધનો,
જે જીવનની હર ક્ષણને પરખી જાય છે.
હવાતિયાં મારે જે ઈચ્છાઓના સાગરમાં,
સમય હોવા છતાં એ સમયને તરસી જાય છે.
વિતે છે હર પળ જેની ઈશના સાનિધ્યમાં,
જીવન તો શું એનું મૃત્યુ પણ હરખી જાય છે.