STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Others

પાર્વતીમૈયાની વંદના

પાર્વતીમૈયાની વંદના

1 min
149

જય જય હિમાવન કન્યા,

તમારી છબી મનમોહી લેતી,

મમતાથી છલોછલ નયન તમારા,

તમે છો મારી પ્યારી મા


જય જગતંબે જગત અધિષ્ઠાત્રી,

તારા નામથી ભક્તો સઘળા સુખ પામે,

જય જય ખડાનન ગજાનન માતા,

કહ્યા વગર બધું સમજી જાતી,


અંતરનો પુકાર ઝટ સુણી દોડી દોડી આવતી,

અરજ સુનો મોરી માત ભવાની,

જય જય શિવાર્ધાંગિનિ,

તમારા નામ હજાર છે,


પ્યારી મા તમારું પાર્વતી નામ આ દિલને વ્હાલુ લાગે,

નસ નસમા આપનું નામ જપાય,

તો કોની તાકાત છે મને હટાવી શકે પાછળ,

પરમપિતા શિવ ને મૈયા પાર્વતી

આખું જગત તમારુ સંતાન કહેવાતુ,


કણ કણમા તમે વિસરતા,

કોઈ ભુખ્યુ ન સુવે માડી,

દરેકની મનોકામના પુરી કરજે,


તમારા દરબારમા કોઈ ખોળો પાથરી તને વિનવે,

એ શિવલોક પામતું,

જેના આગળ પાછળ કોઈ ન હોય,

એની માવડી તુ બની રહેતી.

તમારા જાપ માત્રથી સ્ત્રીઓ અમર સુહાગન રહેતી,

કુવારી કન્યાને મનપસંદ વર આપી એની ઝોળી માડી તુ ભરતી,

નવદંપતિને સુખી દામ્પત્યજીવનના આશીર્વાદ આપી

પ્રેમની એવી ગાંઠ લગાવતી


ક્યારે અલગ ન પડે તેઓ.

તમે માતા હું સંતાન આ જીવનની દોર આપને આધિન છે

આરાધ્યા કદમે કદમે માડી હિંમત બનજો મારી,

મને પાપના પંથેથી પાછી વાળી

માર્ગદર્શક મારી થાજે,

જય પાર્વતીમૈયા આખાય જગતની સંચાલક

આપના નામના જાપમાત્રથી 

શિવના શક્તિ કોઈ મારી સાથે રહે ન રહે

તમે ને પાપા સદાય મારી સાથે રહેજો


આ અરજ આપના ચરણોમા કરું છું

માડી બીજું કંઈ ન જોઈએ

દરેક જન્મે માડી તમે થાજો મારી

જય જય જય હિમાવન કન્યા,

જય જય પ્યારી મા આપનો કરુણાભર્યો હાથ

મારી પર રાખજો માડી જય જય હિમાવન કન્યા.


Rate this content
Log in