STORYMIRROR

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

પારેવડું

પારેવડું

1 min
336

ભોળુ ભાલુ પારેવડુ

ભરત નામે પારેવડુ

અવનિ ઉપર અવતરી ગયું

જન્મ મરણનાં ચક્ર મહી

ચકરાવો મારી ઊડી ગયું


સોનાવાલાની અટારીએ

મોતીનાં દાણા ચણતુંતું

હરુભાઈ ને પુષ્પાબેનનાં

વ્હાલનું પાણી પીતુંતું

પ્રદીપ ગીતા હેમંત કમળ

અનિલ ઈન્દ્ર અરુણ

સાત સાત ભાંડુડા સાથે

ગેલથી મસ્તી કરતુંતું

દ્રષ્ટા નામે પારેવડી સાથે

પ્રેમની ગુફ્તગુ કરતુંતું

દેશ વિદેશમાં વિહરતુંતું.


મોહમાયાની ઝપાટ લાગી

સંસાર મહી જ્યાં પગ મૂક્યો

બચ્ચાનાં કિલબિલાટ શમ્યા ન્હોતા

એક શિકારીની જાળમાં ફસાઈ ગયું

ખબર ન પડી કેમ પગ એ જાળમાં ફસાઈ ગયા

ધીરે ધીરે ફાં ફાં માર્યા પાંખો પણ ફસાઈ ગઈ

પાંખો ફફડાવતા આજીવન કેદમાં ફસાઈ ગયું


આમ વર્ષોનાં વ્હાણા વાઈ ગયા

અને આજ પ્રભુને દયા આવી

તેને આ પારેવડું પ્રિય લાગ્યું

પારેવાને પાંખ ફૂટી ને ગગનમાં

આજ મુક્ત થયું અનંતમાં એ

આજ અલોપ થયું આજ

ભોળા ભાલા પારેવડાનો તો

ભવસાગર પાર થઈ ગયો

ભરતનો રામ સાથે મિલાપ થયો

પારેવડું આજ પ્રભુને પ્યારું થઈ ગયું .


Rate this content
Log in