Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINA SACHDEV

Others

4.7  

BINA SACHDEV

Others

પાનખર અને વસંત વચ્ચે

પાનખર અને વસંત વચ્ચે

1 min
929

પવનમાં એ ફર ફર ફફડતું એ પાંદડું,

ડાળીની ઓથમાં ઓચિતું થર થર થાય,

લહેરોને ઝીલવાની કોશિશે ફરતું આડુ,

કયારે લીલાશમાં પડી તે પીળી ઝાંય

પાનખર અને વસંત વચ્ચે એ ડાળીનું તેડું.

સુરજની ઉષ્માંએ પીતુ તું એ લીલોતરી,

ઝાકળની ઓસમાં કાયા તે ચમકતી,

કુપર્ણની ગીચમાં સહેવાતી 'તી કળી

આવીયો એ વસંતનો ફાલ એ નીતરતી,

 લઇને આવી નજાકત એ કુદરતની.

ડાળીના ઝુમખા મહી બન્યું એ ઝાડ,

છાંયડાની ભાત કેરી કરી ત્યાં વાડ,

મનગમતાની બની ગઇ એ બેઠક

ઓચિંતી પડી કુહાડીની એ ત્રાડ,

કારમો બનીને કુદરતની એ રાડ.

ફુલોના સાજથી સજયું તું ઉપવન,

બન્યું તું એ સપનાનું વન,

કવિએ એ સજયું પોતાનું કવન,

આશ બનીને લહેરાય એ પવન,

મન ને ત્યાં મળ્યું મોકળુ ગગન.

Rate this content
Log in