'પાનેતર',
'પાનેતર',
1 min
343
પિયરનું પાનેતર પહેરી,
બહેનીનું મુખ મલકાય છે,
પિયુને મળવા મનડું,
મનમાંને મનમાં હરખાય છે.
કેટલા અરમાનો દિલમાં,
લઇને વાટ એ નિરખતી,
યાદ પિયુની આવતાં,
થોડી-થોડી કેવી શરમાય છે.
જ્યાં વિતાવ્યું બાળપણ,
આંગળી ઝાલી પિતાની,
આજ છોઠતાં એ ઘરને,
આંખો જોને છલકાય છે.
દાદા-દાદીની લાડકીને,
ભાઇને ખૂબ વહાલી બેનડી,
સખીઓના સાથને છોડતાં,
આજ પગ અચકાય છે.
કંકુ થાપા કરીને ભારે હૈયે,
છોડે પિયરની વાટ.
પ્યાર ભરેલાં કેટલા અવાજો,
કાનમાં અથડાય છે.
નવી જીંદગીની શરૂઆત છે,
વડીલોના આશિષ સાથે,
સુખ-દુ:ખની મિશ્ર લાગણીથી,
મનડું બહુ મુંઝાય છે.