STORYMIRROR

MILAN LAD

Others

3  

MILAN LAD

Others

પાલવ

પાલવ

1 min
9.1K


પાલવની આડે આંખોથી ઈશારો કરે છે,

જુઓ તો! એ શું કહેવાની કોશિશ કરે છે.


નૈન ડોલાવી કેવાં અવનવા કરતબો કરે છે,

કરી જાદુગરી દિલ પર પ્રેમના પ્રહાર કરે છે.


ઘાયલ કરી મને, શ્વાસ મારા મધ્ધમ કરે છે,

જામ છલકાવી જોબનના મદહોશ કરે છે.


ધીમી રણકતી પાયલ કંઇક તો વાત કરે છે,

છન છનમાં જાણે મારા નામનું રટણ કરે છે.


ઊંઘ ઉડાવી, મારા સપના પર એ હક કરે છે,

સપનાની વાટે દિલમાં એ પાકું મુકામ કરે છે.


Rate this content
Log in