STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

પાગલપનની તલબ

પાગલપનની તલબ

1 min
196

જુઠા મહોરાઓના જડ નગરમાંથી ચેતન ચહેરાની પરખ કરો,
પછી તમે એના આંસુઓના સરોવરમાંથી એક મટકી તરત ભરો !!

આ પનઘટ જીવન સરિતાનો જન્મથી મરણ સુધી લાંબો ને લચક,
એક એક ઘાટની પરખ કરીને ગંગાસાગર સુધી સફર કરો !!

વિસ્તરવા દઈએ આંખને ક્ષિતિજની પેલે પાર અનંત અનંત,
પછી નજરની અંતિમ પરખ થકી ભીતર તરફ પરત વળો !!

અરમાનો, આકાંક્ષાઓ ને આરઝૂઓનો જુમલો એક સાથે થયો શૂન્ય,
સ્વની પરખ થયા પછી કહો નફા નુકસાનીમાં કોઈ ફરક ખરો?!!

અવસર સંબંધોની પરખનો પ્રાપ્ત થયો પોતાનાઓની જ વચ્ચે,
એકલા અટૂલા પડવાથી જે કંઈ થયું તે હર ક્ષણને સરસ કહો !!

જેમાં સમાયું સઘળું એ જ કોઈની અંદર કદાપી સમાવિષ્ટ નહીં,
જો પરખાય આ કોયડો તો એને તમે ધનકનું ઘર ફલક કહો !!

'પરમ' પરખ પરમાત્માની પવિત્ર પ્રેમમાં થઈ ગઈ જ્યારથી,
ત્યારથી જીવનની પ્રત્યેક પળને 'પાગલ'પનની તલબ કહો !!


Rate this content
Log in