STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

પાછા તો ખરા છો ?

પાછા તો ખરા છો ?

1 min
19


દૂર ભાગી જાવ, પાછા તો ખરા છો ?

કામ છોડી જાવ, પાછા તો ખરા છો ?


યાદ રોમેરોમ રાખી છે કહીને,

રોજ ભૂલી જાવ, પાછા તો ખરા છો ?


છેડતી મારી કરે ત્યાં રોફથી જૈ,

આંખ મીંચી જાવ, પાછા તો ખરા છો ?


ઈચ્છા બારેમેઘ-સા વરસી જવાની,

ખોટા ગાજી જાવ, પાછા તો ખરા છો ?


તુજ વિના 'સાગર' નથી કોઈ ભસીને,

બીજી પરણી જાવ, પાછા તો ખરા છો ?


Rate this content
Log in