STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

ઓશીકું

ઓશીકું

1 min
107

ભીના ભીના ઓશિકાને આંખના ચોમાસાની ખબર છે,

કૈક એકાકી પ્રેમીઓના આંસુઓથી તરબતર છે !


કંઈ કેટલીયે અધૂરી ઝંખનાઓ સંઘરીને બેઠું,

ઓશીકું તો ભીંતો વચ્ચે અરમાનો ભીની કબર છે !


આખો દિવસ ભટકી ભટકીને ભાંગેલી નજરનું,

અધૂરી અપેક્ષાઓની ગલીનું એ ભીનું નગર છે !


એ જ્યારે જ્યારે સપનામાં આવી રડાવી જાય મને,

ભીતરથી હલકા થવાની ઓશીકું આખરી ડગર છે !


ને કેટ કેટલા ભીના "પરમ" પ્રસંગો સાચવીને બેઠું,

"પાગલ" પ્રેમીઓનું તેથી જ ઓશીકું રાતનું હમસફર છે !


Rate this content
Log in