ઓફિસની મજા
ઓફિસની મજા
કેવી ઓફિસની મજા !
ટાસ્ક કમ્પલિટ થાય નહિ ને...
બોસ ખુશ થાય નહિ....
ડેસ્ક પર હોય ફાઈલોનું ટાવર...
ને ના ઉપાડવું હોય એવું ફોનનું રિસીવર...
ટ્રીંગ ટ્રીંગ જ્યારે રીંગ વાગે...
ફાઈલો ની જાણે રેસ લાગે...
જેનો ફોન આવે એનું કામ થાય...
બાકી બધું ડ્રોવરમાં બંધ થાય....
ઓફિસ પહોચતાં જ એક લિસ્ટ બને...
જ્યારે ચા નો કપ ટેબલ પર પડે....
હરામ બરોબર જો એક પણ ટીક વાગે...
ગમે તેટલી બોસની કીક વાગે....
ગપ્પાગુપ્પીમાં પણ સમય જાય...
જ્યારે લંચ બ્રેક નો બેલ સંભળાય....
ખાવા કરતાં પણ પેટ ત્યારે જ ભરાય...
જ્યારે ઉપરીની બે ચાર વાતો થાય....
ઓડકાર એવો મસ્ત આવે....
જ્યારે બોસની થોડી પંચાત થાય..
આમ જ બ્રેક પતી જાય...ને..
પાછી કમ્પ્યુટર પર નજર ચોટી જાય....
આંખો જ્યારે થાકી જાય...
ચ્હા વાળાની રાહ જોવાય....
હવે ચુસ્કી ફટાફટ લેવાય...કેમકે...
ઘરે જવાનો ટાઈમ થાય....
થાકી ને જ્યારે કમ્પ્યુટર બંધ થાય....
સ્કૂટરની ચાવી સામે જ દેખાય...
આવો દિવસ વીતી જાય....
અને જલ્દી પાછો ઊગી જાય.
