ઓળખાણ
ઓળખાણ
ભગવા પહેરનારા સંત નથી હોતા,
માળા ફેરવનારા ભક્ત નથી હોતા,
રોજ તેમને નિરખીયે છતાં પણ,
તેમને ઓળખવા સરળ નથી હોતા,
ફૂલહાર પહેરનારા મહાન નથી હોતા,
હાથ જોડનારા સૌ નમ્ર નથી હોતા,
તેમના કર્મો અનુભવીએ છતાં પણ,
તેમને ઓળખવા સરળ નથી હોતા,
પ્રભુને પૂજનારા પૂજારી નથી હોતા,
મંદિરમાં જનારા ધાર્મિક નથી હોતા,
સાથે બેસીને વાતો કરીએ છતાં પણ,
તેમને ઓળખવા સરળ નથી હોતા,
પ્રવચનો કરનારા પ્રખર નથી હોતા,
જ્ઞાન આપનારા ગુરૂઓ નથી હોતા,
ભૂતકાળ તેમનો જાણીએ છતાં પણ,
તેમને ઓળખવા સરળ નથી હોતા,
ગુરુકુળ ચલાવનારા ઋષિ નથી હોતા,
તેમાં રહેનારા શિષ્યો નથી હોતા,
અંદર જઈ તપાસીયે છતાં પણ,
તેમને ઓળખવા સરળ નથી હોતા,
કલમથી લખનારા લેખક નથી હોતા,
સંગીત જાણનારા કલાકાર નથી હોતા,
મંચ ભીતર દ્રષ્ટિ કરીયે "મુરલી" તો,
તેમને ઓળખવા સરળ નથી હોતા.
