ઓ સનમ
ઓ સનમ

1 min

238
આપણી યાદને સાચવી રાખશું દિલ મહીં ઓ સનમ ઓ સનમ,
છે વળી વાત પણ કેટલી ખાનગી અણકહી ઓ સનમ ઓ સનમ.
જો મળી જાય થોડો સમય તો કદી દોહરાવી લઈશું જરા, એ ખુશીની પળો સામટી આપણે તો અહીં ઓ સનમ ઓ સનમ,
યાદ છે ફૂલ દીધું હતું મોગરાનું પહેલી મુલાકાતમાં.
ખૂશ્બુ અકબંધ મનમાં અને હાથમાંયે, રહી ઓ સનમ ઓ સનમ.
ના ખુલાસો હવે માંગતા, પ્રીતના એ પુરાવા નથી આપવા. છે અમારી નરી લાગણી એ જ માનો સહી ઓ સનમ ઓ સનમ.
ના કદી છળ કપટ દંભ કે કોઇ જૂઠી વાતો એ હતી આપણી.
ને વળી રોજ ઝરણાં સમી લાગણીઓ વહી ઓ સનમ ઓ સનમ.