STORYMIRROR

DR REKHA SHAH

Others

4  

DR REKHA SHAH

Others

ઓ મેહુલા

ઓ મેહુલા

1 min
369

શાને તું રિસાણો ઓ મેહુલા,

આજ આવું કે કાલ આવું,

એમાં કાંઈ મુંઝાણો ઓ મેહુલા !


તરસી છે આ ધરતી ને,

તરસ્યા છે આ માનવી,

પ્યાસ સૌની છિપાવવા આવ ઓ મેહુલા !


ટળવળે છે પશુઓને પંખીઓ,

મુરઝાઇ છે આ લીલી વનરાજીઓ,

એમને જીવાડવા તું આવ ઓ મેહુલા !


મોલાતો સૌ ગઈ સુકાઈ ને,

કૃષિની આંખલડી પણ છલકાઈ,

દેવા નવજીવન સૌને તું આવ ઓ મેહુલા !


દેતાં અહીં સૌ કોઈ દગો,

ના કોઈ અહીં કોઈનો સગો, પણ,

વાયદો તારો નિભાવવા તું આવ ઓ મેહુલા !


Rate this content
Log in