ઓ મેઘ
ઓ મેઘ
1 min
184
આવું કેમ હું ?
તું રોજ સાદ કરે,
હૈયુ મારૂ નરનારી ને,
પક્ષીના આક્રંદ ધરે.
મળવું સૃષ્ટિને,
હૈયુ એ વાત તારા સાથે કરે.
મળ્યા ને થયું વર્ષ.
તને લાગી મિલનની તરસ.
વાદળ સાથે મેસેજ તું મોકલે,
'ઓ મેઘ', હવેે વરસ.!
મહેફિલ મેં,
તારલાઓ સાથે કરી.
આપણા અતીતની,
વાત દિલથી કરી.
મિલન આપણું,
આકાશ રોકે શું ?
દોસ્તી વીજ સાથે કરી.
આવશું અમે.
'વા', - વીજ સાથે.
લઈ 'નીર' માથે.
સાંભળી તારો સાદ,
આવશું તારે કાજ.
