STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ઓ અંબા ભવાની

ઓ અંબા ભવાની

1 min
461

ઓ અંબા માવડી,

તમારાં આગમનના

ભણકારા સંભળાય છે,


તમારાં નામે ઠેર ઠેર ઉઘરાણું થાય છે,

ઠેર ઠેર મંડપ, તોરણ બંધાય છે,

તથા ડીજે બુકિંગ થાય છે,

તમારાં આગમનની તૈયારી થાય છે,

આ બધું નોરતાં રમવા થાય છે,


નવલી નવરાત્રિ રંગેચંગે ઉજવાય છે,

એવાં ખૈલયા રાજી થાય છે

આ બધું અંબા ભવાની નામે થાય છે,

ઉપાસકો આરાધના કરે છે,

ઉપવાસ કરી તપ થાય છે,

ચોક શણગારાય છે,

યુવાધન હિલોળે ચડ્યું છે,

તમારા નામે અહીં,

મોજ મજા જ થાય છે,


તમારી સાચી ભક્તિ કરતાં હવે,

દેખાડા બહું જ થાય છે,

જે થાય તે પણ નોરતાં ઉજવાય છે,

ને ભાવના હૈયું ગાડું થાય છે,

તમારાં નામે રાતનાં બાર વાગ્યા સુધી,

ગીતોનાં તાલે ઝૂમે છે

તમારાં દર્શનાર્થે મંદિરો ઉભરાય છે,

સાચાં શ્રધ્ધાળુઓ દર્શન કરી રાજી થાય છે.


Rate this content
Log in