નવું ઘર
નવું ઘર
1 min
269
સ્ટેટસ વધ્યું જરૂરિયાતો વધી એટલે,
જુના ઘરમાંથી જ નવું ઘર બનાવાયું,
ફળિયું પણ હવે કમ્પાઉન્ડ કહેવાયું,
ને રસોડું પણ સુવિધાઓથી સજાવાયું,
ભીંતો પર અલગ રંગોને સ્થાન અપાયું,
રાચરચીલુંયે મનગમતું ફેરવાયું,
અદ્યતન ટેકનોલોજીથી ઘર શણગાર્યુ,
વાસ્તુપૂજન કરી મન બહુ હરખાયું,
ને પેલું નટખટ મન યાદોમાં ખોવાયું,
તે જુના ઘરની વિતેલી ક્ષણોમાં અટવાયું,
