STORYMIRROR

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

નવલું વરસ

નવલું વરસ

1 min
2.1K


લ્યો ભાઇ આવ્યું આ નવલું વરસ,

ગજવામાં લઇ આવ્યુ જુઓ કેવી મોંઘી જણસ. .

બદામ પિસ્તા કાજુ ને દ્રાક્ષ સરીખું,

તો વળી લવીંગિયા મરચા સમ તીખું.

લસ લસતા શીરા જેવુ લાગે કેવું સરસ સરસ,

લ્યો ભાઇ આ આવ્યું નવલું વરસ. .

ગજવામાં લઇ આવ્યું જુઓ કેવી મોંઘી જણસ.

મીઠું મીઠું શેરડી જેવું,

રણમાં મીઠી વીરડી જેવું,

એને જેમ પીઓ તેમ તેમ લાગે વધારે તરસ,

લ્યો ભાઇ આ આવ્યું નવલું વરસ,

ગજવામાં લઇ આવ્યું જુઓ કેવી મોંઘી જણસ .


Rate this content
Log in