નૂર હોવું જોઈએ
નૂર હોવું જોઈએ
1 min
231
ઝનૂન કેરું નૂર હોવું જોઈએ,
અંતર કોહિનૂર હોવું જોઈએ !
માઁ ને માતૃભૂમિના પ્રેમમાં હર
કોઈ ચકનાચૂર હોવું જોઈએ !
દુનિયાનો એક જ દસ્તૂર હો કે
સઘળું પ્રેમપ્રચૂર હોવું જોઈએ !
કરો હર કોઈ કામ શરત એટલી
કે દિલને ય મંજૂર હોવું જોઈએ !
ખિસ્સું છો હો પૈસાથી ખાલી પણ
ઉર અમીરી ભરપૂર હોવું જોઈએ !
