નથી
નથી
1 min
161
મર્મ મમતાનો દોસ્ત આજ નથી,
હેતના આંખમાં નમાજ નથી.
આંખથી તો વહે ભલે અશ્રુ,
પૂછવાનો હવે રિવાજ નથી.
સૂર્ય વાદળને કેહતો આજે,
આ ધરામાં દયાના રાજ નથી.
વિશ્વ મિથ્યા છે ખુદ કહે છે સૌ,
તોય સહકારનો સમાજ નથી.
છે નથીમાં હવે નથી પડવું,
આત્મબળથી અધિક તો નાજ નથી.
