નથી હોતા
નથી હોતા
કોરા અંતરપટમા કંઈ ઓછા કામણ નથી હોતા,
સપનાઓને કંઈ શબ્દ ના અંલકારો નથી હોતા,
મન મુસાફરના કોઈ મુકામ નથી હોતા,
પંખીને વિહરવાના કોઈ ઠેકાણા નથી હોતા,
કલમ ને કાગળ મિલનના કોઈ બહાના નથી હોતા,
પ્રેમની પિડાના કોઈ નિશાન નથી હોતા,
વિરહની વ્યથાના કોઈ ચિતરામણા નથી હોતા,
સૂર્ય તો ઊગે ને આથમે એમાં કોઈ વારા નથી હોતા,
જીવનમાં સુખ દુઃખના કોઈ સરવાળા નથી હોતા,
સ્નેહ ને સંગાથના કોઈ પરવાના નથી હોતા,
આંસુ પકડવાને કોઈ નિંભાડા નથી હોતા,
સ્મિત વહે અવિરત એના કોઈ ઝરણા નથી હોતા,
દ્રઢ સંકલ્પી ને કોઈ સથવારા નથી હોતા,
મૃત્યુશૈયા પર હવે કોઈ ખાસ કે આશ નથી હોતા.
