નસીબ
નસીબ
નસીબ જ છે અને નસીબ જેવું કાઇ નથી, એવો જિંદગીભર રહે ભાસ છે,
જિંદગી પુરી થઈ જાય છે આમાં ને આમાં, આ કેવો વિરોધાભસ છે.
ઉદાસી હોય ત્યારે, સામાન્યતઃ માણસ કોશતો હોય છે નસીબને,
દુખી માણસને દેખાય બધે નસીબનો રકાસ છે.
નસીબની ફરીયાદ કરવામાં નિકળી જતી હોય છે જિંદગી,
બાકી ગ્લાસ અર્ધો ભરેલો છે કે અર્ધો ખાલી એ વાત ખાસ છે.
મહેનત તો જુઓને મજુર પણ કેટલી કરતો હોય છે,
તો પણ એની જિંદગી જાણે કે અમાસ છે.
નસીબ ચમક્તું બનાવવા બેઠા છે ધંધાદારી ધર્મગુરુઓ,
લાગી ગયું તો તીર નહીંતર તુક્કો એવો એમાં પ્રાસ છે.
