નકામું છે
નકામું છે
1 min
362
લક્ષ્ય વગર રાત દિવસ દોડવું નકામું છે, દોષ દેતા રહી નસીબને ટોકવું નકામું છે.
રોજ આંખમાં નવું સપનું હોય ઉગતું, કાચ જેવા દિલને પણ તોડવું નકામું છે.
સમયનું માન રાખી જગમાં ફાવી ગયા, દૂર ઝાંઝવાને આંખથી તાકવું નકામું છે.
સુખનાં લીલાં તોરણ પણ બંધાશે દ્વારે, ખુદનું ઘર પણ આખર બાળવું નકામું છે.
જીગરમાં રાખી હામ વટથી જીવી જવાનું આંસુને સતત પાંપણે રાખવું નકામું છે.
-દિનેશ નાયક 'અક્ષર'
