નિજાનંદ
નિજાનંદ
1 min
7.5K
ગાવી હતી કવિતા,
પુરી સભામાં,
પણ ના બોલાવે કોઈ,
આપવી હતી કવિતા,
સામાયિકમાં ને મૅગેઝિનમાં,
પણ પરત કરી કવિતા મારી,
લખવી હતી કવિતા,
જયારે બેસું લખવા,
દૂર ભાગે પ્રિયજનો,
જોઈને કાગળ ને કલમ,
છતાં ના રોકી શકી,
પોતાને પોતાનાથી,
આ જ છે શબ્દસરિતા,
તે જ... તે... જ..
નિજાનંદ કવિતા.
