નીરખ્યા કરું
નીરખ્યા કરું
1 min
298
હુંજ મુજને નીરખ્યા કરું છું,
હુંજ મુજને પૂછ્યા કરું છું,
જડતી નથી મુજને હું,
હુંજ ખુદને શોધ્યા કરું છું,
રાત-દિવસની છે ઘટમાળ,
હુંજ પડછાયાને પકડ્યા કરું છું,
ઝાંઝવા જેવું છે જીવન,
હુંજ મૃગજળને તરસ્યા કરું છું,
કોઠીએ પૂર્યા છે અન્ન ભંડાર,
હુંજ કંકરને વીણ્યા કરું છું
