STORYMIRROR

Mahika Patel

Others

4  

Mahika Patel

Others

નિ:સહાય અવાજ

નિ:સહાય અવાજ

1 min
149

દરરોજ એક નવી સવાર, ચિચ્યારી લેતી ઉગે છે,

કોને સંભળાય છે ? લડવાની હિંમત કોને છે ?


બંધારણની જોગવાઈ પર સભાઓ ભરાય છે,

ત્યાં સુધીમાં કેટલીય નિર્ભયા ખોવાઈ જાય છે,


સુરત, હૈદરાબાદ, દિલ્હીમાં આટલા કેસ, કુલ કેટલા થયા !

સોશ્યલ મીડિયા અને ટીવીમાં ચર્ચા વિચારણા શરૂ થાય છે,


એક મીણબત્તી, રોડ માર્ચ અને થોડો આક્રોશ !

કંઈ ન્યાયપાલિકાને આ બધું સંભળાય છે ?


ફરી એકવાર દેશની દિકરીઓની લાજ કાંટે તોળાય છે,

કેસ થાય, મુદત અપાય, વર્ષો વીતે અને ચીસો શાંત કરાય છે,


ગુનેગારો પકડાય છે, ફાંસીની માંગો બુલંદ થાય છે,

ઘરની બાળકીને લોલીપોપ આપી ચુપ કરી દેવાય છે.


Rate this content
Log in