નહિ મળે
નહિ મળે
મારી પીડાની પરખ મારા સ્મિતમાં નહિ મળે,
મારી વ્યથાનો વ્યાપ શબ્દોમાં નહિ મળે,
વેદનાઓ છે બધી હૈયા મહી,
તેનો ઉપચાર કદી દવા થકી નહિ મળે,
આમ તો મળશે ઘણું બધું,
પણ ખારા દરિયામાંથી તૃષા છીપાવવા એક બુંદ મીઠું પાણી નહિ મળે,
વિતી ગયા એ બાળપણના સોનેરી દિવસો,
હવે પહેલા જેવી મજા શેમાય નહિ મળે,
ભલે તમે કશું બોલો નહિ,
પણ મૌન જેવી સજા બીજી એકેય નહિ,
આ આંબાની ડાળ,
આ સરોવરની પાળ,
આ દરિયાની ભીની માટી,
આ સોનેરી સાંજ,
કશું જ બદલાયું નથી,
બસ તમારા જેવો બદલાવ શેમાંય નથી.
