નેતાગીરીનો આદર્શ
નેતાગીરીનો આદર્શ
ચાલ આપણે આપણી મનોવૃત્તિઓને મનાવીએ,
સ્વાર્થ કાજે છૂપી રીતે શાહુકારીને અભડાવીએ,
આમ તો સૌએ જન બિરાદરીનો મોટો મોભો લૈ ફરે,
સમય ને તક આવ્યે સદાચારીને ગોબો પાડતા ન ચૂકે,
હંમેશા શબ્દીને ધાર કાઢી ઘટના પ્રસંગોને નવાજે,
હકીકતમાં આવી ઘટના પ્રસંગો સત્યથી દૂર ભાગે,
સ્વભાવનું ઘડતર મનસ્વી હથોડે ટીપાઈને સંગ્રાયું છે,
અલ્પ સમય સુધી રહી સીધી જાત વાનરી ગુલાંટે મપાઈ,
આપણે સૌ સીધા સાદા તેજસ્વી રિચ વર્તનો નવાજીએ,
સમયના ઝેરની અસર શંકર પર છોડી અમૃત આરાધીએ,
દ્વિ પગી ચાર પગી પ્રાણીનું મૂળ સ્વરૂપ માત્ર ઓઢી ફરે,
નેતાગીરીનો આદર્શ બુદ્ધિ વગરના જનાવરે જોવા મળે.
