નદી દિશે.,
નદી દિશે.,
1 min
517
આ સૂકીભઠ્ઠ ધરા તરસે છે,
તોયે વરસાદ ક્યાં વરસે છે,
નદી દિશે અજગરશી લાંબી,
પાણી વગર જાણે કણસેછે,
ગરમીથી ત્રાહિમામ સઘળા લોક,
પરિસ્થિતિ રોજ હવે વણસે છે,
પ્રગતિના નામે ઉજાડી આ ધરા,
તાપ અસહ્ય હવે સૌને ભરખે છે,
પર્નેયાવરણને ચાલો બચાવી લઇએ,
પૃથ્વી પ્રદુષિત બનીને કેવી તડપે છે,
આ સૂકીભઠ્ઠ ધરા તરસે છે,
તોયે વરસાદ ક્યાં વરસે છે.
