નારી તું ના હારી
નારી તું ના હારી
1 min
42
નારી તું ના હારી રે
ઇશની તું બલિહારી રે
કદીક ઝાંસીની રાણી છે
સૌએ પ્રીત ભોજને વખાણી છે.
એટલે તું સહુની દુલારી રે
એને ફાવે પરાઠા રે
કદીક કરે કરાટા રે
એ એકલી સો પર ભારી રે
નારી તું ના હારી રે
દીકરી પત્ની બહેન રૂપો ઘણાં છે
તોય લોક ને એની ક્યાં મણા છે.
માતા રૂપે માનવજાત ને તારી રે...
નારી તું ના હારી રે
જો એને અબળા ગણશો
જીવનના પાઠ ક્યાંથી ભણશો ?
જીતવાની હવે એની વારી રે
નારી તું ના હારી રે
