નારી છું
નારી છું
1 min
984
હું સ્વતંત્રતાની ચાહક નારી છું,
પ્રેમ કરુણાની વાહક નારી છું,
ઝંઝીરોમાં બાંધી ના રાખશો મને,
હું આઝાદીની ધધકતી દાહક નારી છું,
શિક્ષા સંસ્કૃતિના સહારે શોભુ હું,
સ્વમાન કાજે સદા જાગતી નારી છું,
હું માન મર્યાદાની ધારણ કરનારી,
સદા સર્વદા સુખની ભાવક નારી છું,
ખોટી રૂઢિપ્રથાઓ બધી છે તોડી,
હું ગૃહલક્ષ્મી સમી પાવક નારી છું.
